Main Menu

અડવાણી, જોશી અને ઉભા ભારતીની મુશ્કેલીઓ વધી બાબરી મસ્જિદ ડીમોલેશન કેશ ૨૨ માર્ચે ચુકાદો

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત બાબરી મસ્જિદ ડીમોલેશન કેશ ને લઈને સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય ૨૨ માર્ચે સંભળાવશે. સોમવારે થયેલ સુનાવણીમાં જસ્ટીસ પીસી ઘોષ અને જસ્ટીસ આરએસ નરીમનની ખંડપીઠે સીબીઆઈ અને હાજી મહબૂબ અહમદની અરજી પર સુનાવણી કરતા આ તારીખ નક્કી કરી છે. આ અરજી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે આરોપીઓની ટ્રાયલમાં થઇ રહેલ વિલંબને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયાને તેજ કરવા માટે આરોપીઓની સંયુક્ત ટ્રાયલ પણ ચલાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે આ મામલે આરોપી રહેલ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ , વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સહીત અન્યને નિર્દોષ જાહેર કર્યા હતા.

જો સુપ્રીમ કોર્ટ નિર્ણય બદલે છે તો આ દરેક નેતાઓ વિરુદ્ધ જુનો મામલો ફરીથી ખોલવામાં આવી શકે છે. આ પહેલા, અદાલતે માર્ચ ૨૦૧૫ માં આરોપીઓ પાસેથી જવાબ મેળવ્યા હતા. સીબીઆઈ એ ઉચ્ચ નાય્યાલયના ૨૧ મેં ૨૦૧૦ એ સંભળાવેલ નિર્ણયને ઉચ્ચતમ ન્યાયાલયમાં પડકાર આપ્યો હતો. ઉચ્ચ ન્યાયાલયે નેતાઓ વિરુદ્ધ આરોપ હટાવવાના વિશેષ અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ઉચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં સીબીઆઈની વિશેષ અદાલતના તે નિર્ણયને યથાવત રાખ્યો હતો જેમાં અડવાણી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર અને મુરલી મનોહર જોશી ઉપર લાગેલ ષડ્યંત્ર રચવાના આરોપને હટાવી દેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સતીશ પ્રધાન, સી.આર.બંસલ, અશોક સિંઘલ, ગીરીરાજ કિશોર, સાધ્વી રીતંભરા, વી.એચ. દાલમિયા, મહંત અવૈધનાથ, આર.વી.વેદાન્તી, પરમ હંસ રામ ચંદ્ર દાસ, જગદીશ મુની મહારાજ, બી.એલ.શર્મા, નૃત્ય ગોપાલ દાસ, ધરમ દાસ, સતીશ નાગર અને મોરેશ્વર સાવે વિરુદ્ધ પણ આરોપ હટાવવામાં આવ્યા હતા. બાલ ઠાકરેના નિધન બાદ તેનું નામ આરોપીઓની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.






Comments are Closed