Main Menu

૧૫ માર્ચ બાદ પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ઘટાડાની શકયતા

દેશમાં પાંચ રાજયોની વિધાનસભા ચુંટણી બાદ સતત ત્રણ અઠવાડિયા સુધી Petrol ડીઝલની કિંમતોની સમીક્ષા નહી કર્યા બાદ ૧૫ માર્ચે સમીક્ષા કરાશે. જેની બાદ લોકોને રાહત મળે તેવી શક્યતા છે. આ પૂર્વે કરવામાં આવેલી સમીક્ષામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૫૫ ડોલરથી વધારે હતી. જે ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવેલા સૌથી મોટા ઘટાડા બાદ પ્રતિ બેરલ ૫૨ ડોલર સુધી પહોંચી છે.

આ સમયે ૧૫ માર્ચે કિંમતોની સમીક્ષા થયા બળ પેટ્રોલ ડીઝલની કિમંતોમાં બે થી અઢી રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલની કિંમત પાછલી સમીક્ષા ૧૫ જાન્યુઆરીના રોજ થઈ હતી. જેમાં ઓઈલ કંપનીઓએ વેટ છોડીને પેટ્રોલની કિંમતમાં ૪૨ પૈસા અને ડિઝલના ભાવ ૧.૦૩ રૂપિયા વધાર્યા હતા.

વેટ સહિત રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૫૪ પૈસા અને ડીઝલની કિંમત ૧.૨૦ રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવી હતી. પેટ્રોલ ડીઝલની કિંમતની સમીક્ષા દરેક અઠવાડિયે કરવામાં આવે છે.

ઓઈલ કંપનીઓએ છેલ્લા વર્ષમાં જુન, ઓકટોબર અને ડીસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પાંચ પૈસા, છ પૈસા , ૧૨ પૈસા અને ૧૩ પૈસા જેવા મામુલી બદલાવ કર્યા હતા. પરંતુ ૧૫ જાન્યુઆરી બાદ કિમંતોમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી.






Comments are Closed