Main Menu

અફઘાનિસ્તાનના Mohammad Shahzad એ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

અફઘાનિસ્તાનના ઓપનર મોહમ્મદ શહેજાદે આયર્લેન્ડ સામે કાલે ૭૨ રનથી શાનદાર ઇનિંગ રમવાની સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પાછળ છોડી દીધા છે. મોહમ્મદ શહેજાદે હવે ૫૮ મેચમાં ૧૭૭૯ રન થઈ ગયા છે અને ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં તે હવે ચોથા સ્થાન પર પહોંચી ગયા છે.

વિરાટ કોહલીએ ૪૮ મેચમાં ૧૭૦૯ રન છે. મોહમ્મદ શહેજાદથી આગળ ન્યુઝીલેન્ડના માર્ટીન ગુપ્તીલ (૬૧ મેચમાં ૧૮૦૬ રન), શ્રીલંકાના તિલકરત્ને દિલશાન (૮૦ મેચમાં ૧૮૮૯ રન) અને ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેકકુલમ (૭૧ મેચમાં ૨૧૪૦ રન) છે.

અફઘાનિસ્તાનના ઓપનરે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર લગાવી હતી.

મોહમ્મદ શહેજાદે તેની સાથે જ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૨૦૦ ચોગ્ગા પણ પુરા કરી લીધા છે અને સિદ્ધિ મેળવનાર તે દુનિયાના બીજા બેટ્સમેન છે. તિલકરત્ને દિલશાને ૮૦ મેચમાં ૨૨૩ ચોગ્ગા લગાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બેટ્સમેનોની તોફાની રમતના આધારે Afghanistan ક્રિકેટ ટીમે કાલે ગ્રેટર નોઈડા પરિસરમાં રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં આયર્લેન્ડને ૨૮ રનથી હરાવી દીધું હતું. આ જીતની સાથે જ અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીને ૩-૦ થી પોતાના નામે કરી લીધી છે.

તેની સાથે જ અફગાનિસ્તાનની ટીમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે બે વખત ૩ મેચોની સીરીઝને ક્લીનસ્વીપ કરી હોય. જયારે અન્ય બધી ૭ ટીમોએ આવું માટે એક વાર કર્યું છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફગાનિસ્તાનની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૩૪ રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. આ આયર્લેન્ડની ટીમ મેળવી શકી નહિ અને ૨૦૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન માટે મોહમ્મદ નબી અને મોહમ્મદ શહેજાદે સૌથી વધુ રન બનાવ્યા હતા.

અફગાનિસ્તાન તરફથી મોહમ્મદ શહેજાદે ૪૩ બોલમાં ૭૨ રન બનાવ્યા હતા. જેમાં ૬ ચોગ્ગા અને ૫ સિક્સરનો સમાવેશ થાય છે. મોહમ્મદ નાબીએ ૩૧ બોલમાં ૮૯ રન બનાવ્યા હતા. જેમાં ૬ ચોગ્ગા અને ૯ સિક્સરનો સમાવેશ થાય છે.

આયર્લેન્ડ માટે આ ઇનિંગમાં કેવિન ઓ’બ્રાયને સૌથી વધુ ચાર વિકેટ લીધી, જયારે જેકબ મુલ્ડર અને એન્ડી મેકબ્રીનેને એક સફળતા મળી હતી. આ મેચમાં આયર્લેન્ડને બૈરી મૈકરથી સૌથી ખર્ચાળ સાબિત થયા હતા. તેમણે ૪ ઓવરમાં ૬૯ રન આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટ ઇતિહાસમાં આ રેકોર્ડ સોથુઈ વધુ રન આપવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ અગાઉ કાઈલ એબોટે ૪ ઓવરમાં ૬૮ રન આપ્યા હતા.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડના બેટ્સમેનોએ પણ અફગાનિસ્તાન સામે સારી શરૂઆત કરી હતી પરંતુ તેમ છતાં ટીમને જીત અપાવી શક્યા નહોતા. આયર્લેન્ડ તરફથી ગૈરી વિલ્સન (૫૯), પોલ સ્ટર્લીંગ (૪૯) અને સ્ટુઅર્ટ થોમ્પસ (૪૩) ને સૌથી વધુ રન બનાવ્યા હતા.

આયર્લેન્ડ તરફથી ગૈરી વિલ્સને ૩૪ બોલમાં ૫૯ રન ફટકાર્યા હતા. જેમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સરનો સમાવેશ થાય છે. જયારે પોલ સ્ટર્લીંગે ૨૦ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા. જેમાં ૬ ચોગ્ગા અને ૩ સિક્સરનો સમાવેશ થાય છે.

અફગાનિસ્તાન માટે રાશિદ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જયારે કરીમ જનત અને આમિર હમજાએ બે-બે તથા શાપુર જાદરન, નબીને એક-એક સફળતા મળી હતી.

આ મેચમાં શાનદાર બેટિંગ કરનાર મોહમ્મદ નબીને ૩૦ લાખ રૂપિયામાં આઈપીએલ ૧૦ માટે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ખરીદયા છે.






Comments are Closed